Home> World
Advertisement
Prev
Next

ભાગેડુ Zakir Naik એ ફરીથી ઝેર ઓક્યું, મંદિર તોડવાની નાપાક હરકતનું કર્યું સમર્થન 

ભાગેડુ ઝાકિર નાઈકે (Zakir Naik) પાકિસ્તાન (Pakistan) માં મંદિર તોડવાની ઘટનાનું સમર્થન કર્યું છે. હંમેશા પોતાના નિવેદનોથી વિવાદનો મધપૂડો છેડનારા ઝાકિર નાઈકે કહ્યું કે ઈસ્લામિક દેશમાં મંદિર હોવું જોઈએ નહીં અને જો કોઈ ઈસ્લામિક દેશમાં મંદિર હોય તો પણ તેને તોડી નાખવું જોઈએ. 

ભાગેડુ Zakir Naik એ ફરીથી ઝેર ઓક્યું, મંદિર તોડવાની નાપાક હરકતનું કર્યું સમર્થન 

નવી દિલ્હી: ભાગેડુ ઝાકિર નાઈકે (Zakir Naik) પાકિસ્તાન (Pakistan) માં મંદિર તોડવાની ઘટનાનું સમર્થન કર્યું છે. હંમેશા પોતાના નિવેદનોથી વિવાદનો મધપૂડો છેડનારા ઝાકિર નાઈકે કહ્યું કે ઈસ્લામિક દેશમાં મંદિર હોવું જોઈએ નહીં અને જો કોઈ ઈસ્લામિક દેશમાં મંદિર હોય તો પણ તેને તોડી નાખવું જોઈએ. 

fallbacks

Hindu Temple માં તોડફોડ મુદ્દે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી,ભર્યું આ પગલું

ભાગેડુ ઝાકિર નાઈકનું આખુ વિવાદિત નિવેદન
વોન્ટેડ ઈસ્લામિક ટેલિવિઝનિસ્ટ ઝાકિર નાઈકે એકવાર ફરીથી મંદિરો અને મૂર્તિ પૂજા પર આપત્તિજનક નિવેદન આપ્યું. ઝાકિર નાઈકે મૂર્તિઓના વિધ્વંસનું સમર્થન કરતા કહ્યું કે ઈસ્લામિક દેશમાં મૂર્તિઓની મંજૂરી હોવી જોઈએ નહીં. તેણે કહ્યું કે ઈસ્લામમાં આ રીતે છબી મનાવવી મનાઈ છે પછી ભલે તે પેન્ટિંગ હોય, ડ્રોઈંગ હોય કે પછી કોઈ જીવિત પશુ પક્ષીની મૂર્તિ હોય કે માણસની મૂર્તિ...કીડી મકોડાની. આ બધુ ઈસ્લામમાં મનાઈ છે અને તેના અનેક પુરાવા છે. ઝાકિર નાઈકે પોતાની વાતને સાબિત કરવા માટે પયગંબર મોહમ્મદ સંલગ્ન એક કિસ્સાનું ઉદાહરણ પણ આપ્યું. કુરાનની એક આયાત સંભળાવતા કહ્યું કે મૂર્તિ ક્યાંય પણ બનાવવી જોઈએ નહીં અને જો આવું કઈ હોય તો તેને તોડી નાખવામાં આવે. એક ઈસ્લામિક દેશમાં કોઈ પણ મૂર્તિ હોવી જોઈએ નહીં અને જો તે ક્યાંય પણ હોય તો તેને તોડી નાખવી જોઈએ. 

પાકિસ્તાનઃ હિન્દુ મંદિરમાં તોડફોડ, આગકાંડના મુખ્ય આરોપી મૌલવી મોહમ્મદ શરીફની ધરપકડ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં ચરમપંથીઓએ તોડ્યું હતું હિન્દુ મંદિર
નોંધનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં હાલમાં જ કટ્ટરપંથીઓની બેકાબૂ ભીડે હિન્દુઓનું એક મંદિર તોડીને તેમા આગ લગાવી દીધી. શરમજનક ઘટનાની દુનિયાના અનેક માનવાધિકાર કાર્યકરોએ ટીકા કરી પરંતુ ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈકે આ ઘટનાનું સમર્થન કર્યું. 

સ્થાનિક મૌલવી અને જમીયત ઉલેમા એ ઇસ્લામ પાર્ટીના સમર્થકોના નેતૃત્વમાં ભીડે જૂના મંદિરની સાથે સાથે એક નવા મંદિરના નિર્માણ કાર્યને પણ ધ્વસ્ત કરી દીધુ. જો કે સ્થાનિક લોકોના વિરોધ બાદ સૂબાના એક મંત્રીએ આ ઘટનાની ટીકા કરી અને પોલીસે આ કેસમાં લગભગ 45 લોકોની ધરપકડ કરી છે. ભારતમાં ઝાકિરની કરતૂતોનો  ખુલાસો થયા બાદથી ઝાકિર વિરુદ્ધ અનેક કેસ દાખલ છે અને તે હવે બીજા દેશમાં છૂપાઈ બેઠો છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More